BSNL નવરાત્રી ધમાકા ઓફર લાવ્યું , મફત કાર્ડ અને 1GB દેતા મફત જાણો આ પ્લાન વિશે

મિત્રો, સરકારી ટેલિકોમ કંપની BSNL ફરીથી એક્શનમાં આવી છે. BSNL એ ઓછા ખર્ચે વધુ ફાયદા આપતા નવા પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યા છે. ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, BSNLનો આ પ્લાન માત્ર ₹345નો છે, જેમાં તમે દરેક દિવસે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ મેળવી શકશો. આ પ્લાનની વેલિડિટી 60 દિવસ છે, અને ખાસ વાત એ છે કે ડેટા લિમિટ ખતમ થયા પછી સ્પીડ ઘટીને 40Kbps થઈ જશે, જે ધીમું હોવા છતાં યુઝ કરવા માટે પૂરતું છે.

રોજ 2GB ડેટા માટે BSNLનો 347 રૂપિયાનો પ્લાન

BSNL વધુ ડેટા સાથે બીજો એક આકર્ષક પ્લાન પણ લાવ્યું છે. આ પ્લાન 54 દિવસ માટે માન્ય છે, અને રોજના 2GB ડેટા ઓફર કરે છે. જો તમે રોજ વધુ ડેટા ઈચ્છતા હોવ તો આ પ્લાન તમારા માટે આદર્શ છે. ડેટા લિમિટ પૂરી થયા પછી સ્પીડ 40Kbps થઈ જશે, પરંતુ એ સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 ફ્રી SMS પણ મળશે.

397 રૂપિયાનો પ્લાન, 150 દિવસની વેલિડિટી

BSNLને વધુ દિવસ સુધી ફોન એક્ટિવ રાખવા માંગતા લોકો માટે આ 397 રૂપિયાનો પ્લાન ઉત્તમ છે. આ પ્લાનમાં રોજ 2GB ડેટા મળે છે, અનલિમિટેડ કોલિંગ અને 100 ફ્રી SMS પણ મળે છે, પણ ધ્યાનમાં રાખો કે ફ્રી બેનિફિટ્સ માત્ર 30 દિવસ સુધી માન્ય રહેશે. 30 દિવસ પછી, સ્થાનિક કોલ માટે 1 રૂપિયા પ્રતિ મિનિટ અને STD કોલ માટે 1.3 રૂપિયા લાગે છે.

BSNLનો 485 રૂપિયાનો રિવાઈઝડ પ્લાન

BSNLએ તેની કિંમતી 485 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં થોડો ફેરફાર કર્યો છે. પહેલાં આ પ્લાન 82 દિવસ માટે ચાલતો હતો, પણ હવે તેની વેલિડિટી 80 દિવસ થઈ ગઈ છે. જોકે, આ પ્લાનમાં દરરોજ મળતો ડેટા વધારીને 2GB કરી દેવામાં આવ્યો છે, જે પહેલાં 1.5GB હતો.

6 thoughts on “BSNL નવરાત્રી ધમાકા ઓફર લાવ્યું , મફત કાર્ડ અને 1GB દેતા મફત જાણો આ પ્લાન વિશે”

Leave a Comment